નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીની હાલ મતગણતરી ચાલુ છે. રૂઝાનોમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત મેળવ્યો છે. આમ છતાં પણ ભાજપના નેતા પોતાની પાર્ટીની જીતના દાવા કરી રહ્યાં છે. આ બધા વચ્ચે એક એવું પોસ્ટર જોવા મળ્યું છે જેને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે.
દિલ્હી ચૂંટણી પરિણામ LIVE: રૂઝાનોમાં ત્રીજીવાર AAPની સરકાર, ભાજપનું સત્તાનું સપનું રોળાશે!
આ પોસ્ટર ભાજપના દિલ્હી ઓફિસ બહાર લાગ્યું છે. આ પોસ્ટર પર અમિત શાહની તસવીર સાથે કેટલીક પંક્તિઓ લખેલી છે કે વિજયથી અમે અહંકારી થતા નથી અને પરાજયથી અમે નિરાશ થતા નથી.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે હાલ જે પ્રકારના ટ્રેન્ડ આવી રહ્યાં છે તે મુજબ આપ 53 અને ભાજપ 17 પર આગળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે